Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ : માંડળ ટોલ નાકા પાસેથી દારૂનાં જથ્થા સાથે ત્રણ ઝડપાયા, ત્રણ વોન્ટેડ

  • July 26, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં માંડળ ટોલ નાકા પાસેથી ત્રણ જણાને દેશી તથા વિદેશી દારૂનાં જથ્થા પોલીસે સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફનાં માણસો આજરોજ માંડળ ટોલ નાકા પાસેનાં ધુલિયા નેશનલ હાઈવે નંબર-53 પર વાહન ચેકીંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે ત્રણ અલગ અલગ બાઈક જેમાં સફેદ કલરની હોંડા કંપનીની એકટીવા બાઈક નંબર GJ/26/S/5561, કાળા કલરની હીરો હોંડા કંપનીની સ્પ્લેન્ડર બાઈક નંબર GJ/19/E/9730 અને કાળા કલરની હોંડા કંપનીની એકટીવા બાઈક નંબર GJ/19/AQ/9795ને રોકી તેમના પાસેથી ભારતીય બનાવટની દેશી તથા વિદેશી દારૂની કુલ 246 નંગ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 18,600/- હતી. આમ, પોલીસે દેશી તથા વિદેશી દારૂનો જથ્થો અને ત્રણ બાઈક મળી કુલ રૂપિયા 1,33,600/-નો મુદામાલ કબ્જે કરી ઝડપાયેલ ત્રણેય બાઈક ચાલકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જયારે દારૂનો મુદ્દામાલ પૂરો પાડનાર ત્રણ જણાને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.





પોલીસે દારૂનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ ત્રણ ઈસમો...

1.વિપુલ વસંતભાઈ ગામીત (રહે.આછલવા ગામ, તા.સોનગઢ)

2.દિનેશ રામાભાઈ વળવી (રહે.ખાબદા ગામ, આશ્રમ ફળિયું, ઉચ્છલ) અને

3.અર્જુન સુરેશભાઈ ચૌધરી (રહે.નવી વસાવત, કાનપુર, વ્યારા).



દારૂનો મુદ્દામાલ ભરાવી આપનાર ઈસમો...

1.નવાપુર મચ્છી માર્કેટમાં આવેલ સ્ટાર વાઈન શોપમાંથી મુકેશ જેસવાલ (રહે.નવાપુર),

2.નવાપુરનાં એમ.ડી. વાઈન શોપમાં કામ કરતો જગન અને

3.પ્રોહી. મુદ્દામાલ મંગાવનાર રોહિત રાઠોડ (રહે.આકોટી, તા.બારડોલી, જિ.સુરત).



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application