મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : ડોલવણ તાલુકાનાં બામણામાળદુર ગામનાં ગ્રામ પંચાયત ઓફીસને વીજ જોડાણ આપવા માટે ટ્રાન્સફોર્મર ઉભું કરવામાં આવ્યું હતું તેમાંથી ૨૮/૦૨/૨૦૨૩નાં કલાક ૧૮/૦૦ થી તા.૦૧/૦૩/૨૦૨૩નાં કલાક ૦૯/૦૦ વાગ્યા દરમ્યાન હરકોઈ વખતે ટ્રાન્સફોર્મરમાંથી કોયલ તથા ઓઈલ આશરે કિંમત રૂપિયા ૨૦,૦૦૦/-ની ચોરી તથા ટ્રાન્સફોર્મરને નુકશાન કરી કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી ફરાર થઈ ગયો હતો.
બનાવ અંગે દ.ગુ.વી.કં.લી. સબ ડીવીઝન ડોલવણમાં નોકરી કરતા આશિષભાઈ સુરેશભાઈ ચૌધરી નાઓએ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ તારીખ ૦૨/૦૩/૨૦૨૩નાં રોજ ડોલવણ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application