Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કુકરમુંડાના બહુરૂપા ગામની સીમમાં આવેલ ખેતરમાંથી ચોરી, ખેડૂતે ચોર સામે ફરિયાદ નોંધાવી

  • February 14, 2024 

મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : કુકરમુંડાનાં બહુરૂપા ગામની સીમમાંથી એક ખેડૂતનાં ખેતરમાંથી અજાણ્યા ચોર ઈસમએ ચોરી કરી ફરાર થયાનો બનાવ પોલીસ મથકે નોંધવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, તાપી જિલ્લાનાં છેવાડાનાં કુકરમુંડા તાલુકાનાં બહુરૂપા ગામનાં કાંતિલાલભાઈ સોમજીભાઈ પટેલનાં ગામની સીમમાં આવેલ સર્વે નંબર-117/2/1 વાળા ખેતરમાંથી ગત તારીખ 09/02/2024નાં રોજ નેટાફીમ કંપનીની ટપક પદ્ધતિની ફાયબરની નળીઓનાં બંડલ નંગ 18 જેની કિંમત રૂપિયા 36,000/- અને નેટા ફિટ કંપનીની ફિલ્ટર, વેન્ચુરી જેની કિંમત રૂપિયા 10,000/- મળી કુલ રૂપિયા 46,000/-નો મુદ્દામાલ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ચોરી અંગે કાંતિલાલભાઈ પટેલનાંએ તારીખ 10/02/2024નાં રોજ નિઝર પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની વધુ તપસા હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application