Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના રામપુરા ગામેથી વોન્ટેડ આરોપી ઝડપાયો

  • March 12, 2024 

સોનગઢનાં રામપુરા ગામેથી સોનગઢ પોલીસ સ્ટેશન અને વાલોડ પોલીસ સ્ટેશનનાં પ્રોહી. ગુન્હાનો અને છેલ્લાં બે વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફના માણસો આજરોજ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, સોનગઢ તથા વાલોડ પોલીસ સ્ટેશનના પ્રોહીબિશન ગુનામાં નાસતો ફરતો આરોપી ગણેશ સીંગભાઈ ગાવિત (રહે.લક્કડકોડ, તા.નવાપુર, નંદુરબાર)નાનો રામપુરા ગામનાં ડેરી પાસે ઉભેલ છે અને તેણે શરીરે વાદળી કલરની લાંબી બાય ગોળ ગળાવાની ટી-શર્ટ તથા કમરે ગ્રે-કલરનો જીન્સ પેરેલ છે જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ પહોંચી આયોજનપૂર્વક કોર્ડન કરી વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હતો જ્યારે આરોપીને વધુ પૂછપરચ કરતા જાણવા મળ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી પ્રોહી. ગુનામાં નાસતો ફરતો હોવાની કબુલાત કરી હતી જેથી પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News