મનિષા એસ. સુર્યવંશી/તાપી : ઉચ્છલ તાલુકાનાં કટાસવાણ ગામે ઘાસ કાપવા બાબતે મહિલાને ઢોર મારમારી ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપનાર ગામનાં જ ઈસમ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, ઉચ્છલનાં કટાસવાણ ગામનાં પંઢાર ફળિયામાં રહેતી સુરજીબેન બાળ્યાભાઈ ગામીત જેઓને ગત તારીખ 05/10/2023નાં રોજ ગામમાં રહેતા અરવિંદભાઈ નપર્યાભાઈ ગામીત નાએ સુરજીબેન સાથે ઘાસ કાપવા બાબતે બોલા ચાલી કરી ભૂંડા બોલી ગાળો આપી પરોણા વડે માથાના ભાગે માર માર્યો હતો જેથી સુરજીબેનને અલગ અલગ જગ્યાએ કુલ સાત ટાંકા આવ્યા હતા. તેમજ શરીરના અન્ય ભાગોમાં પમ પરોણા વડે મારમારી શરીરે મુંઢ ઈજા પહોંચાડી હતી. તેમજ નાલાયક ગાળો આપી અને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. બનાવ અંગે સુરજીબેન ગામીત નાએ ઈસમ સામે ઉચ્છલ પોલીસ મથકે પોલીસ ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application