Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં ધમોડી ગામે નજીવી બાબતે ઝગડો થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો

  • February 09, 2023 

મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : સોનગઢ તાલુકાનાં ધમોડી ગામે બમ્પરની સાઇડમાં મુકેલ પથ્થર બાબતે બે જણા વચ્ચે બોલાચાલી અને ઝગડો થતાં મામલો સોનગઢ પોલીસે મથકે પહોંચ્યો હતો. મળતી માહિતી મુજબ, સોનગઢનાં ધમોડી ગામનાં દાદરી ફળિયામાં રહેતા તેજશભાઇ બાલુભાઇ ગામીત નાઓએ સોમવારનાં રોજ ઇલાબેન અરવિંદભાઇ ગામીત (રહે.ધમોડી ગામ, દાદરી ફળિયું, તા.સોનગઢ)નાં ઘરનાં આગળથી જતાં ધમોડી ખરસી રોડ ઉપર આવેલ બમ્પરની સાઇડમાં મુકેલ પથ્થર બાબતે ઈલાબેનનાં પતિ અરવિંદભાઇ બાબલાભાઇ ગામીત (રહે.ધમોડી ગામ, દાદરી ફળીયુ, તા.સોનગઢ) નાઓ સાથે બોલાચાલી અને ઝગડો કરી હાથમાં લાકડુ લઇ આવી અરવિંદભાઇને માથામાં લાકડાનો સપાટો મારી દઇ ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે ઇલાબેન ગામીત નાએ સોનગઢ પોલીસ મથકે તેજસભાઈ ગામીત વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધારી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application