મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : ડોલવણનાં પાઠકવાડી ગામનાં અંબિકા નદીનાં કિનારે આવેલ નદીનાં પટમાં આવેલ રસ્તા ઉપર રેતી ભરવા બાબતે બે પક્ષો વચ્ચે મારામારી થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. મળતી માહિતી મુજબ, ડોલવણ તાલુકાનાં પાઠકવાડી ગામનાં નીચલું ફળિયામાં રહેતા જયંતીભાઈ શંકરભાઈ ચૌધરી નાઓ ગત તારીખ 8 ફેબ્રુઆરીનાં રોજ પાઠકવાડી ગામનાં અંબિકા નદીનાં કિનારે આવેલ નદીનાં પટમાં આવેલ રસ્તા ઉપર જયંતીભાઈનો દીકરો જ્યોતિષને અમારી જમીનમાંથી રેતી કેમ ભરો છો??? તેમ કહીને અશોક ધનજીભાઈ ચૌધરી (રહે.પાઠકવાડી ગામ, ડુંગરી ફળિયું, ડોલવણ) નાએ જયંતીભાઈનો કોલર પકડી ઝપાઝપી કરી મોઢા પર તથા ખભા પર ઢીકક મૂકીનો માર માર્યો હતો.
તેમજ અલ્કેશ અશોકભાઈ ચૌધરી (રહે.પાઠકવાડી ગામ, ડુંગરી ફળિયું, ડોલવણ) અને કલા અશોકભાઈ ચૌધરી (રહે.પાઠકવાડી ગામ, ડુંગરી ફળિયું, ડોલવણ) નાઓએ પણ જયંતીભાઈને ઝપાઝપી કરી બરડાના ભાગે ઢીકક મૂકીનો મારમારી જેમ ફાવે તેમ નાલાયક ગાળો બોલી ત્રણેય જણાએ જયંતીભાઈને તથા જ્યોતિષને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે જયંતીભાઈ ચૌધરી નાએ તા.11મી ફેબ્રુઆરીનાં રોજ ડોલવણ પોલીસ મથકે એક મહિલા સહીત ત્રણ સામે ગુનો નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500