Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડનાં અંધાત્રી ગામે બાઈક સ્લીપ થતાં કલકવા ગામનાં ચાલકનું સારવાર દરમિયાન મોત

  • August 01, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વાલોડનાં અંધાત્રી ગામની સીમમાંથી પસાર થતાં બુહારીથી જામણીયા ગામ તરફ જતાં રોડ ઉપર બાઈક સ્લીપ થઈ જતાં કલકવા ગામનાં ઈસમનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ, ડોલવણ તાલુકાનાં કલકવા ગામનાં તળાવ ફળિયામાં રહેતા રાકેશભાઈ મંગુભાઈ ઢોડીયા શનિવારનાં રોજ રાત્રીનાં નવ વાગ્યાનાં અરસમાં પોતાના કબ્જાની હીરો સ્પ્લેન્ડર બાઈક નંબર GJ/26/H/9731 ઉપર બુહારીથી કલકવા ખાતે આવ્યા હતા.


તે સમયે દરમિયાન પોતાના કબ્જાની બાઈક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રોડ ઉપર સ્લીપ ખાઈ નીચે રોડ ઉપર પડી ગયા હતા. જોકે રોડ ઉપર પડી જતા રાકેશભાઈને માથાનાં પાછળનાં ભાગે તથા શરીરનાં ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે નીતલબેન ઢોડિયા નાંએ રવિવારનાં રોજ વાલોડ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application