Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડનાં અંધાત્રી ગામેથી છેલ્લાં ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

  • June 08, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સુરત જિલ્લાનાં માંગરોલ પોલીસ સ્ટેશનનાં ગુન્હામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપીને અંધાત્રી ગામનાં પહાડ ફળીયામાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો આજરોજ વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન મળેલ બાતમીનાં આધારે, વાલોડ તાલુકાનાં અંધાત્રી ગામનાં પહાડ ફળીયામાંથી માંગરોલ પોલીસ સ્ટેશનનાં ગુન્હામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી મેહુલ મહેશભાઈ ચૌધરી (રહે.31., રહે.અંધાત્રી ગામ, તા.વાલોડ, જિ.તાપી)નાંને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી માટે વાલોડ પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application