મનિષા એસ. સુર્યવંશી/તાપી : પોલીસ અધિક્ષકશ્રી, તાપી-વ્યારાનાઓએ જિલ્લામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓ તથા પેરોલ જમ્પ કરેલ આરોપીઓને પકડી પાડવા અંગે સૂચના આપેલ તથા નાયબ પોલીસ અધિક્ષક, વ્યારા વિભાગ, વ્યારાનાઓના માર્ગદર્શન હેઠળ એન.જે.પંચાલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર, વાલોડ પોલીસ સ્ટેશન તથા વાલોડ પોલીસ સ્ટેશનનાં સ્ટાફનાં માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.
તે દરમિયાન એ.એસ.આઈ. રાજેન્દ્રભાઈ ગુલશનભાઇ નાઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે, સુરત શહેર, લાલ ગેટ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.34/2018 ઈ.પી.કો. 302, 201, 114 મુજબનાં ગુનામાં કામના લાજપર મધ્યસ્થ જેલના કાચા કામના આરોપી શાનવાઝ આલમ ઉર્ફે શાનુ યુસુફમિયા શેખ (રહે.પારસીશેરી, રાણી તળાવ, કાસકી વાડ, સુરત)નાંને તારીખ 25/12/2021થી 31/12/2021 દિન-7ની પેરોલ રજા ઉપર છૂટેલ હતો અને પેરલ જમ્પ કરેલ છે અને કાચા કામના આરોપી વાલોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી છુપીથી રહે છે.
જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો વાલોડ-ઈદગાહ ફળિયાનાં રોડ ઉપર વોચ વોચ ગોઠવી આ કામનો આરોપી પસાર થતાં તેણે કોર્ડન કરી રોકી લઈ પૂછપરચ કરતા તેણે પોતાનું નામ, શાનવાઝ આલમ ઉર્ફે શાનુ યુસુફમિયા શેખ (રહે.પારસીશેરી, રાણી તળાવ, કાસકી વાડ, સુરત)નાં હોવાનું જણાવેલ હતું અને છેલ્લા 6 માસથી ચોરી છુપીથી રહી છૂટક મજુરી કરતો હોવાનું પણ જણાવ્યું હતું. આમ પોલીસે સદર કાચા કામના આરોપીને ડીટેઈન કરી સદર આરોપીને લાજપોર મધ્યસ્થ જેલમાં મૂકવાની તજવીજ હાથ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500