મનિષા સુર્યવંશી/વ્યારા : પોલીસ મહાનિરીક્ષકશ્રી સુરત વિભાગ, સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી તાપી નાઓ દ્વારા નાસતા ફરતા આરોપીઓને અને શરીર/મિલકત સંબંધિત ગુનાઓ ડીટેક્ટ કરી કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને શ્રી આર.એમ.વસૈયા પોલીસ ઇન્સ્પેક્ટર LCB તાપીનાઓનાં સૂચના અને માર્ગદર્શન હેઠળ અ.હે.કો. જયેશભાઈ લીલકીયાભાઈ LCB તાપીનાં પોલીસ માણસો સાથે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલ હતા.
તે દરમિયાન અ.હે.કો. જયેશભાઈ લીલકીયાભાઈ તથા અ.પો.કો. અરૂણભાઈ ફુલસીંગભાઈ નાઓ બાતમીનાં આધારે, છેલ્લા સાત વર્ષથી સુરત ગ્રામ્ય જિલ્લાનાં અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીનાં ગુનાનો નાસતો ફરતો વોન્ટેડ આરોપીને સોનગઢ ST બસ સ્ટેશન પાસે જાહેર રસ્તા ઉપરથી સુરત ગ્રામ્ય જિલ્લામાં નોંધાયેલ ચાર ગુનાનો આરોપી આકાશ પુનિયાભાઈ વળવી (રહે.ઈટવાઈ ગામ, મંદિર ફળિયું, તા.કુકરમુંડા, જિ.તાપી) નાને ગત તારીખ 19/12/2022નાં રોજ પકડી પાડી આરોપી વિરુદ્ધ CRPC કલમ 41(1) આઈ મુજબની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500