Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારામાંથી સ્ટેરીંગ લોક કરેલ બાઈકની ચોરી, અજાણ્યા ચોર સામે ગુનો દાખલ

  • December 05, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાના નીલ હોસ્પિટલની બાજુમાં પારસ પેલેસમાંથી સ્ટેરીંગ લોક કરેલ બાઈકની ચોરી થયાનો બનાવ પોલીસ મથકે નોંધવામાં આવતાં પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, વ્યારાના નીલ હોસ્પિટલની બાજુમાં પારસ પેલેસમાં રહેતા જેનીશભાઈ દીપકભાઈ પરમાર નાંઓએ ગત તારીખ 30/11/2023નાં પોતાની કાળા કલરની લાલ પટ્ટાવાળી બજાજ કંપનીની પલ્સર 150 DTS-I બાઈક નંબર GJ/26/P/1528ને સ્ટેરીંગ લોક કરી પાર્ક કરેલ હતી જેનું સ્ટેરીંગ લોક તોડી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક જેની કિંમત રૂપિયા 30,000/-ની ચોરી કરી ફરાર થઈ હતો. બનાવ અંગે જેનીશભાઈ પરમારએ તારીખ 02/12/2023નાં અજાણ્યા ચોર ઈસમ સામે ગુનો નોંધવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application