Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડોલવણનાં ચાકદરા ગામે ગાડીમાંથી દારૂનાં જથ્થા સાથે રાજસ્થાનનો યુવક ઝડપાયો, એક વોન્ટેડ

  • January 27, 2023 

મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : ડોલવણનાં ચાકદરા ગામે આવેલ જંગલ ખાતાનાં ચેકપોસ્ટ નાકા ઉપર ભેંસકાતરીથી વ્યારા તરફ જતા રોડ ઉપરથી એક ટાટા સુમો ગાડીમાં દારૂનાં જથ્થા સાથે રાજસ્થાનનો યુવક ઝડપાયો હતો. જયારે દારૂ મંગાવનાર અને ભરી આપનાર ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, પોલીસ સ્ટાફનાં માણસો અલગ-અલગ ખાનગી વાહનમાં બેસી રવિવારનાં રોજ ડોલવણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.




તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક ઈસમ એક સફેદ કલરની ટાટા સુમો ગાડીમાં ચોરખાનું બનાવી તેમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો મહારાષ્ટ્રથી ભરી વગઈ (આહવા) તાલુકાનાં  ભેંસકાતરી ગામ તરફથી આવનાર છે. જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો ચાકદરા ગામે આવેલ જંગલ ખાતાના નાકા ઉપરથી વ્યારા જતા રોડ ઉપર વોચમાં હતા. તે દરમિયાન ભેંસકાતરી ગામ તરફથી બાતમીવાળી ટાટા સુમો વ્હીલ ગાડી નંબર GJ/05/JF/2431ને આવતા જોઈ તેને હાથનો ઈશારો કરતા સુમો ફોરવીલ ગાડીનાં ચાલકે પોતાના કબ્જાની ટાટા સુમો ગાડીને રોડની સાઈડમાં ઊભી રાખી હતી.




ત્યારબાદ પોલીસે ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ, નાથારામ કાનારામ મેધવાલ (રહે.ખારીયાનીવ થાના, સોજતસીટી, તા.સોજતસીટી, જિ.પાલી રાજસ્થાન)ના હોવાનું જણાવેલ હતું. જોકે પોલીસે ઝડપાયેલ યુવકને સાથે રાખી ગાડીમાં ચેક કરતાં ગાડીની પાછળની સીટથી વચ્ચેની સીટ સુધી નીચે ચોરખાનામાં તથા ડેસ્ક બોર્ડની પાસે ચોરખાનામાં ભારતીય બનાવટનો અલગ અલગ બ્રાન્ડનો ઇંગ્લિશ દારૂની કુલ 312 નંગ બોટલો મળી આવી હતી.



જયારે આ દારૂનો જથ્થો સાંક્રી (મહારાષ્ટ) થી ભરાવનાર અને મંગાવનાર વિજય પાટીલ (રહે.ગણેશનગર, ડિંડોલી, જિ.સુરત) નાને વોન્ટેડ જાહરે કરવામાં આવેલ છે. આમ, પોલીસે ટાટા સુમો ગાડી, ઇંગ્લિશ દારૂની બોટલો અને 1 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 1,87,900/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારી રસિકભાઈ ગામીતની ફરિયાદનાં આધારે ઝડપાયેલ યુવક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application