મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : તાપી જિલ્લાનાં સોનગઢ તાલુકાનાં બે અલગ-અલગ ગામમાંથી ઘર આગળ મુકેલ બાઈકની ચોરી થતાં બાઈકનાં બંને માલિકોએ સોનગઢ પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે બાઈક ચોરને પકડવાની કામગીરી હાથ ધરી છે. જોકે હવે જોવું એ રહ્યું કે આ ચોરીનો સિલસિલો યથાવત રહેશે કે શું? પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સોનગઢનાં બેડપાડા ગામનાં નિશાળ ફળીયામાં રહેતા નીલેશભાઇ મહેન્દ્રભાઇ ગામીત (ઉ.વ.32)નાં ઘરનાં ઓટલા ઉપર મુકેલ હીરો કંપનીની કાળા કલરની સ્પ્લેન્ડર પ્લસ બાઈક નંબર GJ/26/E/8177 જેની કિંમત રૂપિયા 30,000/-ની કોઇ અજાણ્યા ચોર ઇસમ ગત તારીખ 09/01/2023 કલાક 01:00થી 06:00 વાગ્યા દરમિયાન ચોરી કરી ભાગી ગયો હતો. બનાવ અંગે નીલેશભાઈ ગામીતએ તારીખ 27 માર્ચનાં રોજ સોનગઢ પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
જયારે બીજા ચોરીનાં બનાવમાં સોનગઢનાં કુઇલીવેલ ગામનાં નિશાળ ફળીયામાં રહેતા પ્રભુભાઇ દેવજીભાઇ વસાવા (ઉ.વ.39) નાઓએ પોતાના ઘરનાં આંગણામાં મુકેલ હોન્ડા કંપનીની કાળા કલરની સાઇન બાઈક નંબર GJ/26/J/5585 જેની કિંમત રૂપિયા 40,000/-ની કોઇ અજાણ્યા ચોર ઇસમ ગત તારીખ 19/03/2023 કલાક 10:00થી 11:45 વાગ્યા દરમિયાન હરકોઇ સમયે ચોરી કરી ભાગી ગયો હતો. બનાવ અંગે પ્રભુભાઈ વસાવાએ તારીખ 27 માર્ચનાં રોજ ફરિયાદ નોંધવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application