મનિષા એસ. સુર્યવંશી/તાપી : વાલોડનાં બુહારીથી અંધાત્રી તરફ આવતાં અંધાત્રી પુલ પાસેથી રસ્તે ચાલતાને ગ્રાહકો બનાવી મુંબઈથી નીકળતા વરલી મટકાનાં આંકો વડે પૈસા વતી હાર જીતનો જુગાર રમાડનાર એક ઝડપાયો હતો, જયારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, વાલોડ પોલીસ સ્ટાફનાં માણસો સોમવારનાં રોજ બુહારી આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ડોલવણ તાલુકાનાં બેડારાયપુરા ખાતે બાઈક ઉપર બુહારી સર્કલ તથા બુહારી બજારમાં ફરીને રસ્તે ચાલતાને ગ્રાહકો બનાવી મુંબઈથી નીકળતા વરલી મટકાનાં આંકો વડે પૈસા વતી હાર જીતનો જુગાર રમાડે છે.
જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો બુહારીથી અંધાત્રી તરફ આવતા અંધાત્રી પુલ પાસે વોચમાં ઉભા હતા. તે સમયે એક બાઈક નંબર GJ/26/B/5366ને અંધાત્રી ગામ તરફથી બુહારી તરફ આવતાં જોઈ ઈસમ શીતલભાઈ સુમનભાઈ ચૌધરી (રહે.બેડારાયપુરા ગામ, પથ્થર ફળિયું, ડોલવણ)નો હતો અને તે અગાઉ પણ જુગારનાં કેસમાં પકડાયેલ હોવાથી પોલીસે તેને ઓળખી લીધો હતો.
જોકે પોલીસે શીતલને રોડ પર ઉભો રહી જોતા તે પોતાના ફોનથી વાતો કરતો હોય અને નજીકમાં ચાલતા જતાં સાથે સામેથી વાતચીત કરી પોતાના હાથમાં હાથમાં બોલપેનથી કાઈક લખી લઈ તેમની પાસેથી રૂપિયા લેતો જણાતા પોલીસે તેને કોર્ડન કરી ઝડપી પાડી હાથમાં શું લખ્યું છે પૂછતા તેને જણાવ્યું હતું કે, તેને મુંબઈથી વરલી મટકાનાં આંક લખેલ હોવાનું કબુલ કર્યું હતું. તેમજ વધુ પૂછપરછ કરતા તેણે મોબાઇલમાં ઘડિયાળ નામના મોબાઈલ નંબર પર ટેક્સ મેસેજ કરી આંકો લખી મોકલવાનું કબુલ કરતા ઘડિયાળ નામના ઈસમને આ કામે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
આમ, પોલીસે શીતલની અંગઝડપી કરતા તેના પાસેથી જુગારની કાપલીઓ, બોલપેન, 1 નંગ મોબાઈલ, બાઈક અને રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા 11,270/- મળી કુલ રૂપિયા 26,720/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારી અજયભાઈ વસાવાની ફરિયાદનાં આધારે ઝડપાયેલ શીતલ ચૌધરી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જયારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500