મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : ડોલવણ ગેલેક્સી કોમ્પલેક્ષની સામે વ્યારા ઉનાઇ રોડ ઉપર શાકભાજી લઈ જતી મહિલાને મોપેડ બાઈકનાં ચાલકે અડફેટે લેતાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ડોલવણ ગેલેક્સી કોમ્પલેક્ષની સામે વ્યારા ઉનાઇ રોડ ઉપરથી સોમવારનાં રોજ મોડી સાંજે ગોમતીબેન બાલુભાઇ ચૌધરી (રહે.ડેપો ફળિયું, ડોલવણ) નાઓ ડોલવણ પાટી ગામે હાટવાડામાં શાકભાજી લેવા ગયા હતા અને શાકભાજી લઇ ઘરે પરત ચાલતા જતા હતા.
તે સમયે મોપેડ બાઈક નંબર GJ/26/AA/4834નાં ચાલકે પોતાના કબ્જાની મોપેડ બાઈક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સુરેશભાઇ ચૌધરી નાઓની માતા ગોમતીબેનને અથડાવી દેતા રોડ ઉપર પટકાતા અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં ગોમતીબેનને કપાળ ઉપર, નાક ઉપર, મોઢા ઉપર, છાતીનાં ભાગે તેમજ જમણા પગે ધુંટણ તથા પગનાં નળાના ભાગે તથા ડાબા પગે પંજાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે સુરેશભાઈ ચૌધરી નાને ડોલવણ પોલીસ મથકે મોપેડનાં બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500