Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં જુના RTO પાસેનાં અકસ્માતમાં રાહદારીનું મોત, પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો

  • January 30, 2023 

મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : સોનગઢ ટાઉન જુના RTO પાસે નેશનલ હાઈવે નંબર-53નાં બ્રીજ નીચે શનિવારનાં રોજ બપોરનાં સમયે દિનેશભાઈ બાબરભાઈ ગામીત (ઉ.વ.45, જમાદાર ફળિયું, સોનગઢ) નાઓ રોડ પાસેથી પસાર થતાં હતા. તે સમયે ટ્રક નંબર GJ/19/V/2450નાં ચાલકે પોતાના કબજાનો ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી દિનેશભાઈને અડફેટમાં લેતાં અકસ્માત સર્જાયો હતો.



જોકે આ અકસ્માતમાં દિનેશભાઈને મોઢાનાં ભાગે તથા ડાબા પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે લક્ષ્મણભાઈ જી. ભરવાડ (રહે.પંચવટી ફળિયું, સોનગઢ)ની ફરિયાદનાં આધારે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application