સોનગઢનાં ઇસ્લામપુરા ખાતેથી ગેરકાયદેસર રીતે ગૌ-માંસનું વેચાણ કરનાર એક ઈસમ ઝડપાયો હતો અને ગૌ-માંસ ખરીદનાર બે’ને પણ ઝડપી પાડી હતી. જયારે બે’ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતની મળી હતી કે, સોનગઢ નગરનાં ઇસ્લામપુરા ખાતે રહેતા રફીક શબીર મલેક પોતાના ઘરે ગૌ-માંસનું વેચાણ કરે છે. જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસોએ બાતમીવાળી જગ્યાએ પહોંચી રેઈડ ત્યાં મકાનમાં ગૌ માંસનું વેચાણ કરતો રફીક શબીર મલેક સાથે 14 કિલોનું ગૌ-માંસ મળી આવ્યું હતું.
તેમજ માંસની ખરીદી કરનાર નસીમ ઈસ્માઈલ મહમદ અબારીસ (હાલ રહે.સોનગઢ, મૂળ રહે.જોખનપુર બહેડી, માહીગીરી મહોલ્લા, જિ.બરેલી, યુપી) અને શાબીર શાહબુદ્દીન મન્સૂરી (રહે.મુસ્લિમ ફળિયું, મોટી મસ્જિદ પાસે, સોનગઢ) નાઓ ઝડપાયા હતા. જોકે ત્યારબાદ પોલીસ ત્રણેય ઈસમોને ઝડપી માંસ આપનાર બાદશાહ ખલીલ ખાન અને સુલતાન ખલીલ ખાન (બંને રહે.નવાપુર, ઇદગાહ પાસે) નાને આ કામે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. બનાવ અંગે સોનગઢ પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500