Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડોલવણનાં બાગલપુર ગામે કાર અને બાઈક વચ્ચેનાં અકસ્માતમાં એકનું મોત નિપજ્યું

  • July 04, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : ડોલવણનાં બાગલપુર ગામનાં વાંકલ ચાર રસ્તાથી બાગલપુર ગામ જતાં રોડ ઉપર કાર અને મોપેડ બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ગંભીર રીતે ઈજા પહોંચતા મોપેડ બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


મળતી માહિતી મુજબ, ડોલવણ ગામનાં નાણી ફળિયામાં રહેતો નીરવ બાબુભાઈ ચૌધરી (ઉ.વ.25)નાંએ બુધવારનાં રોજ રાત્રીનાં સમયે મોપેડ બાઈક નંબર GJ/05/PF/2317 લઈને બાગલપુર ગામ તરફથી ડોલવણ ગામ તરફ આવતો હતો. તે સમયે વાંકલ ચાર રસ્તાથી બાગલપુર ગામ જતાં રોડ ઉપર એક કાર નંબર GJ/19/AA/3221નો ચાલક આશિષ સુરેશભાઈ ગામીત (રહે.બાગલપુર ગામ, તા.ડોલવણ)એ પોતાના કબ્જાની કાર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સામેથી આવતી મોપેડ બાઈકને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. જોકે આ અકસ્માતમાં મોપેડ બાઈકનાં ચાલક નીરવને માથાના ભાગે તથા મોઢાનાં ભાગે તેમજ ડાબા પગના જાંઘનાં ભાગે ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. અકસ્માત અંગે સંદીપભાઈ બાબુભાઈ ચૌધરી નાંએ આજરોજ ડોલવણ પોલીસ મથકે કાર ચાલક આશિષ ગામીત સામે ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application