મનિષા એસ. સુર્યવંશી/તાપી : ઉચ્છલનાં મોગલબારા ગામનાં બસ સ્ટેશન પાસેથી જાહેરમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતો એક ઝડપાયો હતો, જયારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફનાં માણસો મંગળવારનાં રોજ મોડી સાંજે ખાનગી વાહનમાં બેસી પ્રોહી. તથા જુગાર અંગેની રેઈડમાં નીકળ્યા હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, મોગલબારા ગામનાં બસ સ્ટેશન પાસે આવેલ ખુલ્લી જગ્યામાં એક અજાણ્યો ઈસમ મુંબઈથી નીકળતા વરલી મટકાના આંકડા ઉપર જુગાર રમી મોગલબારા તરફ આવે છે.
જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસોએ એક ઈસમને ઝડપી પાડ્યો હતો અને તેનું નામ પૂછતા તેણે પોતાબુ નામ, કલ્પેશભાઈ સદાશીવભાઈ કાથુદ (રહે.લિમ્બાસોટી ગામ, પીપળ ફળિયું, તા.ઉચ્છલ)નાં હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ પોલીસે ઝડપાયેલ ઈસમની અંગ ઝડતી કરતા તેની પાસેથી આંકડા લખેલ કાપલીઓ અને તેના પેન્ટનાં ખિસ્સામાંથી અલગ અલગ દરની ભારતીય બનાવટની ચલણી નોટો મળી આવી હતી જોકે વધુ પૂછપરચ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, આંકડા લખેલ કાપલીઓ વિજયભાઈ પ્રકાશભાઈ ગાવીત (રહે.આમલાણ ગામ, તા.નવાપુર, જિ.નંદુરબાર, મહારાષ્ટ્ર)નાં ત્યાંથી લખેલ હતું. બનાવ અંગે પોલીસે ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500