મનિષા એસ. સુર્યવંશી/તાપી : વાલોડનાં બુટવાડા ખાતે આવેલ કંપનીમાંથી ચોરી કરેલ કોમ્પુટરોના સાધનો જેની કિંમત રૂપિયા ૩૧,૦૦૦/-નાં મુદ્દામાલ સાથે યુવકને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો તારીખ ૨૯/૦૭/૨૦૨૪નાં રોજ વાલોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા.
તે દરમિયાન એ.એસ.આઈ. ગણપતસિંહ રૂપસિંહ તથા અ.પો.કો. વિનોદભાઈ પ્રતાપભાઈ નાઓને મળેલ ખાનગી બાતમીના આધારે, વાલોડના સેઢી ફળિયામાંથી બાતમીવાળો યુવક જેનું નામ, રોનક રાકેશભાઈ હળપતિ (ઉ.વ.૨૩., રહે.સેઢી ફળિયું, વાલોડ)નાં તેના ઘરની તપાસ કરતા તેના ઘરમાંથી કોમ્પુટરના સાધનો જેમાં ત્રણ નંગ મોનીટર, બે નંગ કી બોર્ડ તથા બે નંગ માઉસ મળી કુલ રૂપિયા ૩૧,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જોકે પોલીસે પૂછપરચ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, આ કોમ્પુટરના સાધનો તેના ફળિયાના બે મિત્રોએ આશરે ચારેક મહિના પહેલા બુટવાડા ખાતેની કંપનીમાંથી ચોરી કરી વેચવા માટે લાવેલ હતો. બનાવ અંગે ઝડપાયેલ યુવક વિરુદ્ધ વધુ કાર્યવાહી માટે વાલોડ પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો, જયારે પોલીસ ચોપડે બે ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500