Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં સર્વોદય નગરમાંથી મોટરસાઈકલની ચોરી, પોલીસે અજાણ્યા ચોર સામે ગુનો નોંધ્યો

  • August 01, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં સ્ટેશન રોડ ઉપર આવેલ સર્વોદય નગરમાંથી પાર્ક કરેલ મોટરસાઈકલનું લોક તોડી ચોરી કરનાર અજાણ્યા ચોર સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. મળતી માહિતી મુજબ, સોનગઢનાં સર્વોદય નગરમાં રહેતા વિશાલભાઈ ગોરધનભાઈ ઈટાલીયા (મૂળ રહે.સુકન હાઈટ, વેડ રોડ, સુરત) નાઓ છેલ્લા 11 મહિનાથી બરોડા ગુજરાત ગ્રામીણ બેંક સોનગઢ શાખાનાં મેનેજર તરીકે નોકરી કરી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે જોકે તેમને પોતાની પત્ની શ્રધ્ધાબેનનાં નામે અંગત તથા નોકરી પર આવવા જવા માટે એક હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાઈકલ નંબર GJ/05/FW/1939 લીધી હતી.



જયારે આ મોટરસાઈકલનું સ્ટેરીંગ લોક કરી પોતાના ઘરની બાજુમાં પાર્ક કરી હતી જે ગત તારીખ 15/07/2023નાં રોજ રાત્રીનાં 22:30થી લઈને તારીખ 16/07/2023નાં રોજ સવારે 6:00 વાગ્યાના દરમિયાન મોટરસાઈકલનું લોક તોડી અથવા ડુપ્લીકેટ ચાવી વડે લોક તોડી મોટરસાઈકલ જેની કિંમત રૂપિયા 25,000/-ને કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી નાસી છૂટ્યો હતો. બનાવ અંગે વિશાલભાઈ ઈટાલીયા તારીખ 30/07/2023નાં રોજ સોનગઢ પોલીસ મથકે અજાણ્યા ચોર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application