મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારા કાનપુરાનાં શબરીમાલા સોસાયટીમાં રહેતા જયપ્રકાશ ચંદ્રિકાપ્રસાદ તિવારી નાએ ઇન્દ્રગટી લક્ષ્મી પદ્મજા (રહે.કે.એ.પી.એસ. ટાઉનશીપ, (અણુમાલા) કાકરાપાર, તા.વ્યારા, જિ.તાપી)નાએ જયપ્રકાશ તિવારી પાસેથી વર્ષ-2019માં રૂપિયા 48 લાખમાં ઘર વેચાણથી લીધેલ હતું. જેમાંથી ઇન્દ્રગટી લક્ષ્મી પદ્મજા રૂપિયા 36 લાખ જયપ્રકાશ તિવારીને ચૂકવી દીધા હતા. પરતું ઇન્દ્રગટી લક્ષ્મી પદ્મજા આ મકાન પર લોન કરાવવા માંગતા હોય જેથી જયપ્રકાશ તિવારીને મકાનના દસ્તાવેજ કરાવી આપવા કહ્યું હતું. પરંતુ મકાન માલિક જયપ્રકાશ તિવારીએ કહ્યું કે, જ્યાં સુધી મકાનના પુરા રૂપિયા ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી મકાનનું દસ્તાવેજ થશે નહીં.
જેથી ઇન્દ્રગટી લક્ષ્મી પદ્મજાએ મકાન લેવાની ના પાડી જયપ્રકાશ તિવારીને આપેલ રૂપિયા 36 લાખની માંગણી કરી હતી. જોકે જયપ્રકાશ તિવારીએ વ્યવસ્થા કરીને રૂપિયા આપવાનું જણાવતા ઇન્દ્રગટી લક્ષ્મી પદ્મજાએ ગત તારીખ 17/0/2021નાં રોજ મોબાઈલ ફોન ઉપરથી જયપ્રકાશ તિવારીના મોબાઇલ ફોન ઉપર બોલાચાલી કરી, “કલ તો તુમ્હારા બેટા તુમ્હારે સામને મરા હુવા પડે તબ સમજ મે આયેગા ધોકા દેના ક્યા હોતા હૈ” તેમ કહી જાનથી જયપ્રકાશ તિવારીને મારવાની ધમકી આપી હતી. બનાવ અંગે જયપ્રકાશ તિવારીએ કાકરાપાર પોલીસ મથકે તારીખ 01/07/2023નાં રોજ ઇન્દ્રગટી લક્ષ્મી પદ્મજા વિરુદ્ધ કાકરાપાર પોલીસ મથકે ગુનો નોંધાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500