Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉકાઈનાં વર્કશૌપ બજારમાંથી જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા

  • January 28, 2023 

મનિષા એસ.સુર્યવંશી/વ્યારા : ઉકાઈનાં વર્કશૌપ બજારમાં લીમડાની ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ઉકાઈ પોલીસ સ્ટાફનાં માણસો આજરોજ બપોરનાં સમયે ઉકાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ઉકાઈ વર્કશૌપ બજારમાં લીમડાનાં ઝાડની નીચે ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ભેગા મળી ગેરકાયદેસર રીતે ગોળ કુંડાળું કરી ગંજી પાનાનો હાર જીતનો જુગાર રમે છે.




જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો બાતમીવાળી જગ્યાએ પહોંચતા જ્યાં આગળ ખુલ્લી જગ્યામાં પાંચ જુગારીઓ જાહેરમાં ગોળ કુંડાળું કરી જમીન ઉપર પાથરણું પાથરી રૂપિયા વતી હારજીતનો જુગાર રમતા પાંચેય જુગારીઓને કોર્ડન કરી ઝડપી પાડ્યા હતા. જોકે પોલીસે સ્થળ પરથી ઝડપી પાડેલ જુગારીઓના અંગઝડતીનાં રોકડ રૂપિયા તેમજ જુગાર રમવાના સાધનો કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




પોલીસ રેડમાં જુગાર રમતા ઝડપાયેલ પાંચ જુગારીઓ...


1.ગૌરાંગભાઈ અશ્વિનભાઈ પીપરે (રહે.વર્કશૌપ બજાર, ગામ, ઉકાઈ, તા.સોનગઢ),

2.ચેતનભાઇ ભીમરાવભાઈ નેરકર (રહે.વર્કશૌપ બજાર, ગામ, ઉકાઈ, તા.સોનગઢ),

3.પંડિતભાઈ દેવચંદભાઈ ગાયકવાડ (રહે.વર્કશૌપ બજાર, ગામ, ઉકાઈ, તા.સોનગઢ),

4.ભીખનભાઇ બસીરભાઈ ખાટીક (રહે.વર્કશૌપ બજાર, ગામ, ઉકાઈ, તા.સોનગઢ) અને

5.પ્રકાશભાઈ નિમ્બાભાઇ ચૌહાણ (રહે.વર્કશૌપ બજાર, ગામ, ઉકાઈ, તા.સોનગઢ).


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application