મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : વ્યારાનાં ઊંચામાળા ગામેથી વગર પાસ પરમીટે વેચાણ થતી ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જયારે પોલીસ રેઈડ જોઈ સ્થળ ઉપરથી ભાગી છુટેલ મહિલા સામે ગુનો દાખલ થયો છે. મળતી માહિતી મુજબ, તાપી LCB પોલીસ સ્ટાફનાં માણસો રવિવારનાં રોજ બપોરનાં સમયે ખાનગી વાહનમાં બેસી કાકરાપાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.
તે સમયે ફરતા ફરતા ઊંચામાળા ગામનાં હોળી ફળિયા પાસે આવતા ખાનગી રાહે બાતમી મળી હતી કે, ઊંચામાળા ગામનાં હોળી ફળિયામાં એક મહિલા પોતાના ઘરમાં ઈંગ્લીશ દારૂનું ગેરકાયદેસર વેચાણ કરે છે. જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો બાતમીવાળી જગ્યાએ જઈ રેઈડ કરતા ત્યાં આગળ એક મહિલા પોલીસની ગાડી જોઈ ઘરની પાછળનાં દરવાજાથી સ્થળ ઉપરથી ભાગી છૂટી હતી.
જોકે પોલીસે સ્થાનિક રહેવાસીઓને પૂછતા મહિલાનું નામ નયનાબેન પીન્ટુભાઇ ગામીત (રહે.ઊંચામાળા ગામ, પેટ્રોલ પંપની સામે, હોળી ફળિયુ, વ્યારા)નાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે ઘરમાં તપાસ કરતા મહિલાનાં ઘરનાં આગળનાં રૂમમાંથી એક વિમલનાં થેલામાં ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની કુલ 75 નંગ બાટલીઓ મળી આવી હતી જેની કિંમત રૂપિયા 3,750/- હતી. બનાવ અંગે પોલીસ કર્મચારી વિનોદભાઈ ચૌધરીની ફરિયાદનાં આધારે મહિલા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500