Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડનાં દાદરિયા ગામે વિજ તારની ચોરી, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

  • January 15, 2023 

મનિષા સુર્યવંશી/વ્યારા : વાલોડનાં દાદરિયા ગામે એલ્યુમિનિયમનાં વિજ તારની કોઈક અજાણ્યા ઈસમે ચોરી કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, વાલોડ તાલુકાનાં દાદરિયા ગામની સીમમાં ગત તા.12/01/2023નાં રોજ મળસ્કે સાડા ત્રણ વાગ્યાનાં અરસામાં DGCVLની 11 કે.વી. ખાખર ખેતીવાડી ફીડરની એચ.ટી. લાઈનનાં એલ્યુમિનિયમનાં વિજ તાર કોઈક ચીજ વસ્તુથી કાપી આશરે 235 મીટર વિજ તાર જેની કિંમત રૂપિયા 24,470/-ની ચોરી કરી અજાણ્યો ચોર નાશી ગયો હતો. બનાવ અંગે સમીરભાઈ રણજીતભાઈ ચૌધરી (રહે.બાજીપુરા ગામ, હાઈસ્કુલની બાજુમાં, વાલોડ)ની ફરિયાદનાં આધારે વાલોડ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application