મનિષા એસ. સુર્યવંશી/તાપી : ઉચ્છલનાં ધજ ગામની સીમમાંથી પસાર થતાં ઉચ્છલ-નિઝર હાઈવે ઉપર સામસામે વાહન અથડાતા અકસ્માત સર્જાયો હતો, જયારે આ અકસ્માતમાં ટેમ્પો ચાલક અને ક્લીનરને ઈજા પહોંચી હતી. મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્ર રાજ્યનાં નાશિક જિલ્લાનાં માંલેગાવ તાલુકાનાં વિરાણે ગામે રહેતા રમેશભાઈ દેવમનભાઈ પગારનો 29 વર્ષીય દિકરો જ્ઞાનેશ્વરભાઈ રમેશભાઈ પગાર નાઓ ગત તારીખ 26/07/2023નાં રોજ ઉચ્છલનાં ધજ ગામની સીમમાંથી પસાર થતાં ઉચ્છલ-નિઝર હાઈવે ઉપર પોતાના કબ્જાનો બોલેરો પીકઅપ ટેમ્પો નંબર MH/03/CD/1877ને પસાર થતાં હતા.
તે દરમિયાન એક અશોક લેયલેન્ડ કંપનીનું ટેન્કર નંબર GJ/05/BZ/6927નાં ચાલકે પોતાના કબ્જાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી જ્ઞાનેશ્વરભાઈનાં ટેમ્પાને સામેથી જોરથી ટક્કર મારી દેતા અકસ્માત સર્જ્યો હતો. જોકે આ અકસ્માતમાં જ્ઞાનેશ્વરભાઈને માથાનાં ભાગે, કપાળનાં ભાગે, નાકનાં ભાગે, મોઢાનાં ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ પહોચી હતી, જયારે તેમની સાથેનો ક્લીનર રોહિતભાઈ જીતેન્દ્રભાઈ જગતાપને પણ માથાનાં ભાગે, કપાળના ભાગે અને મોઢાનાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે રમેશભાઈ દેવમનભાઈ પગાર નાંએ તારીખ 27/07/2023નાં રોજ ઉચ્છલ પોલીસ મથકે અજાણ્યા ટેન્કર ચાલક સામે ફરિયાદ આપતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500