Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાનાં પાનવાડી ગામની સીમમાં ઝાડની ડાળી પડતા દંપતિ ઈજાગ્રસ્ત થતાં બે સામે ગુનો નોંધાવ્યો

  • June 30, 2024 

ડોલવણનાં કાકડવા ગામનાં પટેલ ફળીયાનાં રહીશ ઉદેસિંહભાઈ ફુલજીભાઇ ચૌધરી (ઉ.વ.71) અને તેમના પત્ની ફતુબેન(ઉ.વ.70) નિવૃત્ત શિક્ષકો છે, જોકે તેઓ ગત તારીખ 12/05/2024નાં રોજ બાઈક નંબર GJ/26/P/6834 લઈને વ્યારાથી ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન વ્યારાથી ઉનાઈ તરફ જવાના રોડ ઉપર પાનવાડી ગામ પાસે ગુલમોહરના ઝાડની ડાળી JCBથી તોડવામાં આવી રહી હતી. જ્યાં આડશ કે સાઈન બોર્ડ મૂક્યા વિના આ કામ કામદારો પાસે કરાવનાર વ્યારાનાં ભરતભાઈ રાણા તકેદારી નહીં રખાતા આ ઝાડની ડાળી બાઈક ઉપર પડતા ફતુબેન રોડ ઉપર પટકાયા હતા અને તેમને માથામાં ગંભીર ઇજાઓ થઇ હતી તથા ઉદેસિંહભાઇને સાધારણ ઈજા પહોંચી હતી. બનાવ અંગે ભરતભાઈ રાણા સહિત બે સામે તારીખ 28/06/2024નાં રોજ વ્યારા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application