Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડોલવણનાં હરીપુરા ગામે પોલીસ રેઇડમાં દેશી દારૂ મળી આવ્યો

  • February 01, 2023 

મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : ડોલવણ પોલીસ સ્ટાફનાં માણસો મંગળવારનાં રોજ મોડી સાંજે ખાનગી વાહનમાં બેસી કંરજખેડ બીટ વિસ્તારમાં પ્રોહી. તથા જુગારનાં ગુનાની રેઈડમાં નીકળેલ હતા. તે દરમિયાન ફરતા ફરતા હરીપુરા ગામે આવતા ખાનગી રાહે બાતમી મળી હતી કે, હરીપુરા ગામનાં નિશાળ ફળિયામાં રહેતા સતીષભાઈ બાપુભાઈ કોંકણી પોતાના ઘરની પાછળ આવેલ પજારીમાં વ્હ્ર પાસ પરમીટે દેશી દારૂ રાખી વેચાણ કરે છે.



જે બાતમીનાં આધારે પોલીસે સ્થળ પર જઈ રેઈડ કરી હતી જોકે સ્થળ ઉપર કોઈ હાજર મળી આવેલ ન હતું. ત્યારબાદ પોલીસે ઘરની પાછળ પજારીનાં ભાગે તપાસ કરતા એક પ્રવાહી પ્લાસ્ટીકનું કેન મળી આવેલ હતું અને તે દેશી દારૂ હોવાનું સામે આવ્યું હતું. બનાવ અંગે પોલીસ કર્મચારી સંદીપભાઈ નાઈકની ફરિયાદનાં આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application