મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : સોનગઢનાં કિકાકુઈ ગામની સીમમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર-53 ઉપર શનિવારનાં રોજ બપોરનાં સમયે આવેલ તુલશી હોટલ સામે સોનગઢથી વ્યારા જતાં રોડ ઉપર મહારાષ્ટ્ર રાજ્યનાં મનમાંડ ડેપોની સરકારી બસ નંબર MH/14/BT-3813નાં ચાલકે પોતાના કબ્જાની બસ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી આગળ ચાલતા પ્રિતેશભાઈ યોહાનભાઈ ગામીત (ઉ.વ.24.,રહે.મેઢાગામ, આમલીપાડા ફળીયું, તા.સોનગઢ)નાં ટાટા ડમ્પર ટ્રક નંબર GJ/16/AU/6061ને પાછળથી ડ્રાઈવર સાઈડે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
જોકે આ અકસ્માતમાં બસમાં બેસેલ કંડકટર તથા એક બહેનને નાક ઉપર ગંભીર ઇજા પહોચાડી તેમજ બીજા પેસેન્જરોને શરીરે નાની મોટી ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે પ્રિતેશભાઈ ગામીત નાંએ મહારાષ્ટ્ર રાજ્યનાં મનમાંડ ડેપોની સરકારી બસનાં ચાલક સામે સોનગઢ પોલીસે ગુનો નોંધવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application