મનિષા એસ. સુર્યવંશી/તાપી : વાલોડનાં ડુમલખ ગામમાંથી પસાર થતાં રોડ ઉપરનાં એક વળાંકમાં એક ટ્રક ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતાં બાઈક ચાલકને ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, વાલોડનાં રાનવેરી ગામમાં પડાવમાં (મહુવા સુગર) રહેતા મજુર મણીલાલભાઈ ચુનીલાલભાઈ પવાર (મૂળ રહે.વાસુર્ણા ગામ, તા.આહવા, જિ.ડાંગ) નાંઓ આજરોજ સવારના 8.30 વાગ્યાના અરસામાં પોતાના કબ્જાની બાઈક નંબર GJ/30/B/3292ને લઈને રાનવેરી પડાવ ખાતેથી નીકળી ડુમખલ ગામમાંથી પસાર થતાં રોડ ઉપર રવિન્દ્રભાઈ સોમાભાઈ ગામીતનાં ખેતર પાસેના વળાંકમાં એક ટ્રક નંબર GJ/16/W/5362નાં ચાલકે પોતાના કબ્જાનું ટ્રક પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી મણીલાલભાઈના બાઈકને સામેથી અડફેટમાં લઈ ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો.
જોકે આ અકસ્માતમાં બાઈક ચાલક મણીલાલભાઈને માથાનાં કપાળનાં ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું, જયારે ટ્રક ચાલક આ અકસ્માત સર્જી સ્થળ ઉપરથી ભાગી છૂટ્યો હતો. બનાવ અંગે મૃતકનાં પત્ની તારાબેન મણીલાલભાઈ પવાર નાંએ વાલોડ પોલીસ મથકે ટ્રક ચાલક સામે ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500