કુકરમુંડામાં એક ખેડૂતનાં ઘઉંનાં ખેતરમાં કોઈ અજાણ્યા ઈસમે આગ લગાવી દેતા ઘઉંનો ઊભો પાકને આગની જ્વાળાઓએ લપેટમાં લેતા અંદાજિત પાંચ ક્વિન્ટલ ઘઉં બળી જતાં ખેડૂતને ભારે નુકસાન થયું હતું. ઘટના અંગે ખેડૂતે પોલીસને જાણ કરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કુકરમુંડામાં રહેતા પરેશભાઈ પટેલની જમીન કેળણી સિવાયમાં કુકરમુંડા ખાતે આવેલ છે આ ખેતરમાં ઘઉંની વાવણી કરવામાં આવી હતી લણણી માટે તૈયાર ઘઉંના ઉભા પાકમાં તારીખ 16/03/24નાં સાંજના સમયે કોઈ અજાણ્યા ઈસમે અગરબત્તી અને માચીસની સળીઓ દોરીથી બાંધી ઘઉંના ખેતરમાં આગ લગાવી દીધી હતી જેથી ઉભા ઘઉંથી લહેરાતા ખેતરમાં આગની જ્વાળાઓ ભડકો થયો હતો જેની જાણ થતાં માંડ-માંડ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આમ, ખેતરમાં આગનાં કારણે અંદાજિત પાંચ ક્વિન્ટલ જેટલો ઘઉં બળી ગયો હતો. તેમજ ઉભા પાકને નુકશાન પહોંચાડનાર અજાણ્યા ઇસમને શોધી કાઢી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી ખેડૂતે પોલીસ સમક્ષ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application