સોનગઢ સિવિલ કોર્ટમાં તારીખ 17/03/2024નાં રોજ મહે.ડિસ્ટ્રીક જજશ્રી એન.બી.પીઠવા સાહેબના હસ્તે ઈ-સેવા કેન્દ્રનું ઉદ્દઘાટન થયું હતું. આ પ્રસંગે નામદાર સાહેબે જણાવ્યું કે, દરેક તાલુકામાં, ડિસ્ટ્રિક્ટમાં ઈ-સેવા કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે અને ઈ-સેવા એટલા માટે છે કે, આખી ઈ-કોર્ટ પ્રોજેક્ટ નીચે બધું જ ડીજીટલાઈઝેશન થવાનું છે ડીજીટલાઈઝેશનમાં ઓનલાઇન એપ્લિકેશન કરવાની હોય છે અથવા તો પક્ષકારોના કેસોના સ્ટેટસ, જજમેન્ટોની નકલ મેળવવી તથા નામદાર જજશ્રીઓ રજા ઉપર છે કે નહીં જેવી માહિતી મેળવવી જેવી કામગીરી થઈ શકશે.
જયારે કોઈપણ પક્ષકાર આવે તો તેના કેસના સ્ટેટસ, તેની ખરી નકલ, તથા ઓનલાઇન કેસ દાખલ કરવાનો હોય તો સ્કેનિંગ કરીને ઓનલાઈન કેસ દાખલ કરી શકશે. આ પ્રસંગે વ્યારા કોર્ટના ચીફ જ્યુડી.મેજી.શ્રી જે.વી.પટેલ, સોનગઢ કોર્ટના પ્રિન્સિપાલ સિવિલ જજશ્રી એ.એમ.પાટડીયા, એડી.સિવિલ જજશ્રી જે.બી.શર્મા, સોનગઢ વકીલ મંડળના પ્રમુખશ્રી જે.એલ.ગીરાસે તથા અન્ય હોદ્દેદારો તથા વિધ્વાન વકીલશ્રીઓ અને સોનગઢ સિવિલ કોર્ટના સ્ટાફ હાજર રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500