Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં ધંજાબા ગામે પીકઅપ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો

  • March 28, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં ધંજાબા ગામનાં ટેકરા પાસે બોલેરો પીકઅપનાં ચાલકે સામેથી બાઈકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો જયારે આ અકસ્માતમાં બાઈક પર સવાર દંપતિ સહીત બાળક ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડવામાં અઆવ્યા હતા.


મળતી માહિતી મુજબ, સોનગઢનાં દુમદા ગામનાં નિશાળ ફળિયામાં રહેતા વિપુલભાઈ રાજેશભાઈ વળવી નાંઓ મંગળવારનાં રોજ સવારનાં સમયે પોતાના કબ્જાની બાઈક નંબર GJ/16/BA/2224 પર પોતાની પત્ની એલીષાબેન અને છોકરો ફિયોન આમ સાથે મળી ત્રણેય જણા અંકલેશ્વર ખાતે મજુરી કામે જવા નીકળ્યા હતા. તે સમયે ધંજાબા ગામનાં ટેકરા પાસે બોલેરો પીકઅપ નંબર GJ/26/T/7534નાં ચાલકે પોતાનો કબ્જાનો પીકઅપ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રહ્યો હતો.


તે દરમિયાન વિપુલભાઈની બાઈકને સામેથી ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો જોકે આ અકસ્માતમાં રોડ ઉપર ફેંકાયેલ એલીષાબેનને ડાબી આંખે તથા ડાબા ઘૂંટણથી નીચે ફેકચર થયું હતુ તેમજ શરીરે નાની મોટી ઈજા પહોંચી હતી જયારે તેમનો છોકરો ફિયોનને ડાબા પગે ઘૂંટણથી નીચે ઈજા પહોંચી હતી અને બાઈક ચાલક વિપુલભાઈને કમરનાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જયારે આ અકસ્માત સર્જી પીકઅપ ચાલક પોતાના કબ્જાનો પીકઅપ લઈ ભાગી છૂટ્યો હતો. અકસ્માત અંગે એલીષાબેન વિપુલભાઈ વળવી નાએ ભાગી છુટેલ પીકઅપ ચાલક સામે ગુનો નોંધવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application