સોનગઢનાં કેલાઈ ગામનાં દાદરી ફળિયામાં વગર પાસ પરમિટે પોતાના ઘરે ઈંગ્લીશ દારૂનું વેચાણ કરનાર એક ઈસમને પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો બુધવારનાં રોજ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, કેલાઈ ગામનાં દાદરી ફળિયામાં એક ઈસમ પોતાના ઘરે ઈંગ્લીશ દારૂનું વેચાણ કરે છે.
જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો બાતમીવાળી જગ્યાએ જઈ રેઈડ કરતા એક ઈસમ હાજર મળી આવતાં તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ, કલ્પેશભાઈ રૂપાભાઈ ગામીત (રહે.કેલાઈ ગામ, દાદરી ફળિયુ, સોનગઢ) હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે ઝડપાયેલ ઈસમને સાથે રાખી ઘરમાં તથા ઘરની આજુબાજુમાં તપાસ કરતા તેના ઘરમાંથી એક કાળા કલરની થેલીમાં અને એક ખાખી પુઠ્ઠાનાં બોક્સમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની 87 નંગ બોટલ મળી આવી હતી.
જેની કિંમત રૂપિયા 4,350 હતી. જોકે આ પ્રોહી. મુદ્દામાલ કોની પાસેથી લાવે છે તે પૂછતા, બુધિયા રાનીયાભાઈ ગાવીત (રહે.લક્કડકોટ ગામ, તા,નવાપુર, જિ.નંદુરબાર)નાં હોવાનું જણાવ્યું હતું. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે કલ્પેશ ગામીત વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500