Manisha S. Suryavanshi/Tapi : વ્યારાનાં પાનવાડી ત્રણ રસ્તા પરથી કારમાંથી વગર પાસ પરમિટે ઈંગ્લીશ દારૂનાં જથ્થા સાથે બે ઈસમોને રૂપિયા 3.71 લાખનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા, જયારે બે’ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો શુક્રવારનાં રોજ વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક ગ્રે કલરની સ્વીફ્ટ ડીઝાયર કારમાં બે ઈસમો સોનગઢ તાલુકાનાં ટેમ્કા તરફથી ઈન્ગ્લીશ દારૂનાં જથ્થો ભરી વ્યારા સરૈયા ગામ થઈ વ્યારા થઈ સુરત તરફ જનાર છે.
જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફના માણસો પાનવાડી ત્રણ રસ્તા ઉપર આવી બેરીકેટની આડાશ કરી સરૈયા તેમજ કપુરા ગામ તરફથી આવતાં વાહનોની નાકાબંધીમાં હતા તે દરમિયાન કપુરા તરફથી બાતમીવાળી કાર નંબર MH/15/GA/5416ને આવતાં આયોજન પૂર્વક રોકી લીધી હતી તેમજ પોલીસે કારમાં તપાસ કરતા કારમાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની 1,608 નંગ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 1,60,800/- લાખ હતી.
ત્યારબાદ પોલીસે બંને ઈસમોના નામ પૂછતા પહેલાએ તેનું નામ, સુરપાલ સજુભા ગોહિલ (રહે.ઉમલાવ લક્ષ્મીપુરા, હરસિદ્ધી મંદિરની પાછળ, તા.બોરસદ, જિ.આનંદ) અને બીજાનું નામ રવીન્દ્રરાજ બહાદુર સીંગ (રહે.તુલસી વાડી એ.કે.રોડ, વાઘગાથ મંદિર, વરાછા, સુરત)ના હોવાનું જણાવ્યું હતું. આમ, પોલીસે ઈંગ્લીશ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા 1,60,800/-, કાર જેની કિંમત રૂપિયા 2 લાખ અને મોબાઈલ 3 નંગ મળી કુલ રૂપિયા 3,71,300/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસે બંને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જયારે આ કામે બે ઈસમોને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500