તાપીમિત્ર/તાપી : વાલોડનાં બુહારી ગામે રહેતી એક યુવતીને પ્રેમ સંબંધમાં હેરાન કરનાર અને પ્રેમ સંબંધ ના રાખે તો યુવતીને બદનામ કરવાનું અને બંનેનાં સાથેનાં ફોટા વાઈરલ કરવાની ધમકી આપતા ભરૂચનાં યુવક વિરુદ્ધ વાલોડ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, વાલોડ તાલુકાનાં બુહારી ગામનાં બોરડી ફળિયાનાં માર્કેડ યાર્ડની સામે દાદરીયા રોડ ઉપર રહતી એક 26 વર્ષીય યુવતી ઘરકામ કરી પોતાનું ગુજરાન કરે છે. જોકે તે ત્રણ વર્ષ પહેલા ભરૂચ ખાતે તેમની મોટી બહેનનાં ઘરે ગઈ હતી. તે સમયે તેના બનેવીનાં ભત્રીજો મોહમદ સલમાન શેર મહમદ ખાન (હાલ રહે.અજીમનગરની સામે, જૂની એક્સીસ બેંકની સામે, શોપીંગ સેન્ટર, ભરૂચ, મૂળ રહે.મેહદૌના ખાસ ગામ, બારૂન બજાર, તા.ફૈજાબાદ, ઉત્તરપ્રદેશ) જે બનેવીના ઘરે આવતો જતો હતો જેથી યુવતીનો પરિચય થતાં બંનેએ એકબીજનાં મોબાઈલ નંબર આપ-લે કર્યા હતા.
ત્યારબાદ ફેબ્રુઆરીમાં માસમાં બારડોલી ખાતે રૂબરૂ મુલાકાત પણ કરી હતી અને સલમાનમાં મોબાઈલમાં સેલ્ફીઓ પણ લીધી હતી તેમજ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. આમ, બંને એકબીજાને અવાર નવાર કોલ અને વોટ્સઅપ વિડીઓ કોલ કરતા હતા તેમજ સલમાન યુવતીને અલગ અલગ સમય પર કોલ કરતો હતો અને યુવતીએ સલમાનને ન્હાતી વખતે પણ કોલ કર્યો હતો. જોકે સમય જતાં સલમાન બાબતે માહિતી મળતા તેની સાથે લગ્ન જીવનમાં સુખી જીવન ન જીવાય અને ઘરના સભ્યોના સમજાવવાથી યુવતીએ સલમાન સાથે એક મહિના પહેલા જ પ્રેમ સંબંધ તોડી નાંખ્યો હતો. ત્યારબાદ સલમાને ગત તા.20/08/2023નાં રોજ યુવતીના મોટા ભાઈ ઇરફાનનાં મોબાઈલ ઉપર ફોન કરી, મારી સાથે વાત કરી લગ્ન નહિ કરે તો તને બરબાદ કરી દઈશ અને તારા ન્યુડ ફોટા મારી પાસે છે તે વાઈરલ કરી દેવાની ધમકી આપી હતી.
જોકે ભરૂચ ખાતે રહેતા યુવતીના જીજાજીએ પણ સલમાનને સમજાવતા તે સમજ્યો ના હતો અને સલમાન તેના Facebook ID ઉપર સ્ટેટસમાં ફોટા મુકવા લાગેલ હતો અને તેના બીજા Facebook ID ઉપર સ્ટેટસમાં પણ બંનેનાં ફોટા મુકવા લાગ્યો હતો અને યુવતીના મોટા ભાઈનાં મોબાઈલ ઉપર બંનેનાં સેલ્ફીવાળા તેમજ અને ન્હાતા સમયના ન્યુડ ફોટા પણ મોકલેલ હતા. તેમજ સલમાને તેના Facebookનાં મેસેન્જર ઉપર ગત તા.15/09/2023નાં રોજ ગામે તેમ અપશબ્દો બોલી અને ન્યુડ ફોટા પણ મોકલ્યા હતા. આમ યુવતીને પ્રેમ સંબંધ રાખવા માટે હેરાન કરતો અને પ્રેમ સંબંધ ના રાખે તો યુવતીને બદનામ કરવાની ધમકી આપી હતી. બનાવ અંગે યુવતીએ તારીખ 25/09/2023નાં રોજ મોહમદ સલમાન શેર મહમદ ખાન (રહે.ભરૂચ)નાં વિરુધ વાલોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500