તાપી જિલ્લામાં નવા નેશનલ હાઇવે નંબર-56 બાયપાસ માટે જમીન સંપાદન મુદ્દે વ્યારા તાલુકાના ભોજપુરનજીક વિસ્તારના ખેડૂતોએ જમીનનું વ્યાજબી વળતર અંગે તેમજ ખેડૂતોને સાંભળ્યા બાદ વળતર ચૂકવનું કરવા સહિતની વિવિધ માંગણી સાથે જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી. વ્યારા તાલુકાનાં ભોજપુરનજીકના અસરગ્રસ્ત ખેડૂત ખાતેદારોએ ન્યુ નેશનલ હાઇવે નંબર-56 બાયપાસમાં જમીન સંપાદન મુદ્દે વાંધા અરજીઓ રજૂ કરી હતી.
જમીન સંપાદન મુદ્દે ખેડૂતોએ જણાવ્યું છે કે, જમીનની વ્યાજબી વળતર અંગેનો જમીન સંપાદન 2013નો કાયદાની જોગવાઈઓ મુજબ નેશનલ હાઈવે એક્ટ 1956 જમીન સંપાદનની પ્રક્રિયામાં પણ વ્યાજબી વળતરનો ગણતરી કરી તથા ખેડૂતોને સાંભળીને વળતર નક્કી કરવામાં આવે તે જરૂરી છે. સુરત-નવસારી તથા વલસાડ જિલ્લામાં જમીન સંપાદનનું યોગ્ય વળતર ખેડૂતોને મળ્યું છે પ્રથમ ખેડૂતોને ભાવ નક્કી કરી જણાવ્યા પછી જ સંપાદનની સંપત્તિ ખેડૂતો આપશે એવું જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application