પોલીસ મહાનિરીક્ષક પિયુષ પટેલ સાહેબ, સુરત વિભાગ સુરતનાઓની રાહબરી અને માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષક રાહુલ પટેલ નાઓએ એસ.ઓ.જી.નાં ચાર્ટરને લગતી કામગીરી કરવા તથા તાપી જિલ્લા વિસ્તારમાંથી ગેરકાયદેસર હથિયારો તથા સ્ફોટક પદાર્થનાં કેસો શોધી કાઢવા સૂચના આપેલ હતી. જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી.નાં માણસો સાથે પેટ્રોલિંગમાં હતા.
તે દરમિયાન મળેલ બાતમીનાં આધારે, સાદડકુવા ગામનાં નવા ફળિયામાં રહેતો મોહનભાઈ હોનિયાભાઈ ગામીત નાએ પોતાના રહેણાક મકાનમાં ગેરકાયદેસર સ્ફોટક પદાર્થ જીલેટીન સ્ટીક (ટોટા) નંગ 5 જેની કિંમત રૂપિયા 500 તથા સાદી ઈલેક્ટ્રીક કેપ નંગ 3 જેની કિંમત રૂપિયા 45 મળી કુલ રૂપિયા 545/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જોકે લાયસન્સ કે પરમિટ વગર પકડાયેલ ઈસમ વિરુદ્ધ સોનગઢ પોલીસ સ્ટેશનમાં સ્પોટક પદાર્થ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application