મનિષા એસ. સુર્યવંશી/તાપી : વાલોડનાં મોરદેવી ગામનાં યુવક પર ‘પોલીસને બાતમી આપે છે’ તેવો વહેમ રાખી મારમારી અને જાનથી મારી નાંખવાની ધમકી આપનાર વાલોડ નગરનાં પુલ ફળિયામાં રહેતા ત્રણ જણા સામે પોલીસ ફરિયાદ નોંધાતા ત્રણેયને ઝડપી પાડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, વાલોડનાં મોરદેવી ગામનાં નાચણીયા ફળિયામાં રહેતો ભાવેશભાઈ રાજેશભાઈ ચૌધરી (ઉ.વ.23) નાઓ બુધવારનાં રોજ પુલ પાસે આવેલ લીમડા બસ સ્ટેશન પાસેથી પોતાના કબ્જાની સુઝુકી એક્સેસ બાઈક લઈ વાલોડ ખાતે આવવા નીકળેલ હતો.
તે સમયે રીઝવાન બાગી (રહે.વાલોડ ગામ, પુલ ફળિયું)નાએ ભાવેશભાઈની સુઝુકી એક્સેસ બાઈકને તેના કબ્જાની યુનીકોર્ન બાઈક આડી કરી ભાવેશભાઈને ઉભો રાખી, ‘તુ કેમ પોલીસને બાતમી આપે છે’ તેમ કહી બોલા ચાલી કરી અને ઢીક્કા મુક્કીનો માર માર્યો હતો. તેમજ થોડીવારમાં અબ્દુલ રહીમ ઉર્ફે અબુ અલ્લારખુ સાઈ અને સલીમ સુભાન (બંને રહે.વાલોડ ગામ, પુલ ફળિયું) નાઓ પણ બાઈક ઉપર આવી ભાવેશભાઈને પકડી રાખી ઢીક્કા મુક્કીનો માર મારી ત્રણેય જણાને ભાવેશભાઈને ગંદી ગાળો આપી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે ભાવેશભાઈએ ત્રણેય જણા સામે વાલોડ પોલીસ મથકે ગુનો નોંધાવામાં આવતાં પોલીસે ગુનો ત્રણેયને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500