મનિષા એસ. સુર્યવંશી/તાપી : નિઝરનાં બોરઠા ગામે આવેલ ભાથીજીના મંદિર સામે ઉચ્છલ-નિઝર રોડ ઉપર ટેમ્પો ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા બાઈકને અડફેટે લેતાં બાઈક ચાલકનું ગંભીર ઈજાને કારને સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, ઉચ્છલ તાલુકાનાં ખાબદા ગામમાં રહેતા કાંતિલાલભાઈ સંભાજીભાઈ ગાવિત નાંઓ તારીખ 08/06/2024નાં રોજ સાંજના સમયે પોતાના કબ્જાની બાઈક નંબર GJ/26/AG/5672ને લઈ નિઝરનાં બોરઠા ગામે આવેલ ભાથીજીના મંદિર સામે ઉચ્છલ-નિઝર રોડ ઉપર નિઝર તરફથી ઉચ્છલ તરફ જતાં હતા તે સમયે ટેમ્પો નંબર GJ/23/AT/7585નાં ચાલકે પોતાના કબ્જાનો ટેમ્પો પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી અને સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી બાઈક ચાલક કાંતિલાલભાઈની બાઈકને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો.
જોકે આ અકસ્માતમાં કાંતિલાલભાઈને માથાનાં ભાગે ગંભીર ઈજા પહોંચતા લોહી લુહાણ થયા હતા તેમજ જમણો પગ ઘૂંટણનાં ભાગેથી ફ્રેકચર થઈ ગયો હતો તથા બંને હાથનાં કલાઈમાં ફ્રેકચર થતાં શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળ ઉપર મોત નિપજ્યું હતું. જયારે આ અકસ્માત સર્જી ટેમ્પો ચાલક પોતાનું ટેમ્પો સ્થળ ઉપર મૂકી ભાગી છૂટ્યો હતો. બનાવ અંગે વિનેશભાઈ વળવી નાંએ નિઝર પોલીસ મથકે ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500