મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં વીરપુર ગામનાં વ્યારા-સોનગઢ હાઈવે પરથી મોપેડ બાઈકની ડીકીમાંથી વગર પાસ પરમિટે દારૂની બોટલો લઈ જતો યુવક ઝડપાયો હતો. મળતી માહિતી મુજબ, વ્યારા પોલીસને મંગળવારનાં રોજ ખાનગી રાહે બાતમી મળી હતી કે, સોનગઢ તરફથી એક મોપેડ બાઈક નંબર GJ/26/AC/4128 પર ઈંગ્લીશ દારૂનો જથ્થો લઈ એક ઈસમ વ્યારા તરફ આવે છે.
જે બાતમીના આધારે પોલીસ સ્ટાફનાં માણસો વીરપુર ફાટક પાસે વોચમાં હતી તે દરમિયાન બાતમીવાળી મોપેડ બાઈક આવી ઉભી રખાવી હતી ત્યારબાદ પોલીસ સ્ટાફનાં માણસોએ મોપેડ ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ, નિર્ભય નિલેશભાઈ ગાવિત (રહે.લક્કડકોડ, પો.ખેડકા, તા.નવાપુર, જિ.નંદુરબાર)નાં હોવાનું જણાવ્યું હતું અને બાદમાં પોલીસે બાઈકની દ્દિકિમાં તપાસ કરતા ડીકીમાંથી ઈંગ્લીશ તથા દેશી દારૂની નાની મોટી કુલ 96 નંગ બોટલો મળી આવી હતી. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે ઝડપાયેલ યુવક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500