Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં ગાયસવાર ગામે દેશી દારૂનાં જથ્થા સાથે યુવક ઝડપાયો

  • August 17, 2023 

સોનગઢનાં ગાયસવારથી ચાંપાવાડી ગામ તરફ જતાં રસ્તા ઉપરથી બાઈક પર દારૂ લઈ જતો 19 વર્ષીય યુવકને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફનાં માણસો મંગળવારનાં રોજ મોડી સાંજે ખાનગી વાહનમાં બેસી સોનગઢ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પ્રોહી. ગુના અંગેની રેઈડમાં નીકળ્યા હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ગાયસવારથી ચાંપાવાડી ગામ તરફ એક બાઈક સવાર પોતાની બાઈક ઉપર કાપડની થેલીમાં પ્રોહી. મુદ્દામાલ આવનાર છે. જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો ચાંપાવાડી ગામનાં નિશાળ પાસે, ગાયસવાર ગામ તરફથી આવતા રોડ ઉપર છુટા છવાયા વોચમાં ઉભા હતા.



તે દરમિયાન ગાયસવાર ગામ તરફથી એક કાળા કલરની સુપર સ્પ્લેન્ડર બાઈક નંબર GJ/26/AD/3452ને આવતા જોઈ પોલીસે બેટરીની લાઈટનો ઇશારો કરી બાઇક ચાલકને રોડની સાઈડમાં ઉભો રખાવી તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ, પ્રગ્નેશ ઉર્ફે પ્રકાશ મૂળજીભાઈ ગામીત (રહે. ઘોડચિત ગામ, નિશાળ ફળિયુ, તા.સોનગઢ)નાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસ સ્ટાફનાં માણસોએ બાઈક ચાલક પાસે રહેલ કાળા કલરની થેલીમાં જોતા વગર પાસ પરમિટે દેશી દારૂ સુગંધી સંતરાની કુલ 48 નંગ બોટલો મળી આવી હતી. આમ, પોલીસે દારૂનો જથ્થો અને બાઈક મળી કુલ રૂપિયા 32,400/-નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલ યુવક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application