મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : ઉચ્છલનાં ચચરબુંદા ગામનાં ટાંકી ફળિયામાં આવેલ જાહેર રોડ ઉપરથી બાઈક પર વિદેશી દારૂનાં જથ્થા સાથે યુવક ઝડપાતા કાર્યવાહી હાથ ધારી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો આજરોજ સવારે ખાનગી વાહનમાં બેસી ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક ઈસમ યુનિકોર્ન બાઈક ઉપર મીણીયા કોથળામાં ખાખી પૂંઠાનાં બોક્ષમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈ નીકળનાર છે.
જે બાતમીના આધારે પોલીસ સ્ટાફનાં માણસો ચચરબુંદા ગામનાં ટાંકી ફળિયામાં આવેલ જાહેર રોડ ઉપર છુટા છવાયા ઉભા હતા. તે દરમિયાન બાતમીવાળી બાઈક નંબર GJ/26/J/0302 આવતાં જોઈ ઉભી રખાવી હતી અને ત્યારબાદ પોલીસે બાઈક ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ, વિપુલભાઈ માલજીભાઈ ગામીત (ઉ.વ.26., રહે.ચચરબુંદા ગામ, ટાંકી ફળિયું, ઉચ્છલ)નાં હોવાનું જણાવ્યું હતું. જોકે પોલીસે મીણીયા કોથળામાં જોતા વિદેશી દારૂની કુલ 96 નંગ બોટલો મળી આવી હતી. આમ, પોલીસે બાઈક અને વિદેશી દારૂ મળી કુલ રૂપિયા 34,800/-નો માલ કબ્જે કરી ઝડપાયેલ યુવક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500