ઉચ્છલનાં સાકરદા ગામનાં ઓવર બ્રિજ પાસેથી બાઈક પર દેશી દારૂની બોટલો લઈ જતો મહારાષ્ટનાં એક યુવકને ઝડપી પડ્યો હતો, જયારે બે’ને વોન્ટેડ જાહેર કર્યા હતા. મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફનાં માણસો મંગળવારનાં રોજ બપોરનાં સમયે સાકરદા બ્રિજ નેશનલ હાઇવે ઉપર પ્રોહી. અંગે વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન એક બાઈક પર બે યુવકો કાપડની બેગ તથા એક બેગ પાછળ બેસલ યુવકે ભેરવેલ હોય અને તેમના પર પોલીસને પ્રોહી. અંગેનો શક જતા પોલીસે લાકડીના ઈશારો કરી ઉભા રહેવા કહેવા છતાં તેઓ પોલીસને જોઈ નાસવા જતા તેમની બાઇક સ્લીપ ખાઈ પડી જવા છતાં બંને યુવક ખેતરાળીમાં ભાગવા જતા પોલીસે બંનેમાંથી એકને ઝડપી પાડ્યો હતો.
જ્યારે પોલીસે ઝડપાયેલ યુવકનું નામ પૂછતા તેણે પોતાનું નામ, સાગર દીપક કામલે (રહે.એકતા નગર, નલ્વા રોડ, નંદુરબાર)નાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે બંને બેગમાં તપાસ હાથ ધરતા બેગમાંથી વગર પાસ પરમિટે કુલ 130 નંગ દેશી દારૂની બોટલો મળી આવી હતી. જોકે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરતા યુવકે જણાવ્યું હતું કે, આ દારૂનો જથ્થો નાસી જનાર રાજુ પાડવી જેનું પૂરું નામ ખબર નથી તેણે નંદુરબાર ખાતેથી લીધો હતો અને આ દારૂનો જથ્થો મંગાવનાર રોહિત મુનાભાઈ વળવી (રહે. ગોદડીયા, તા.વઘઈ, જિ.ડાંગ)ને સોનગઢ ખાતે આપવાનો હતો. આમ પોલીસે બાઈક, 2 બેગ, દેશી દારૂની બોટલો, 1 નંગ મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલ યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જયારે બે’ને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500