ડોલવણ તાલુકાનાં ડુંગરી ફળિયામાં રહેતા અને મજૂરી કરતા મિથુનભાઈ કિમજીભાઈ કોટવાળીયાને બે સંતાનમાં એક પરણિત દીકરી અને પુત્ર અરૂણ (ઉ.વ.16) હતા જયારે ધોરણ 8 સુધી અભ્યાસ કર્યા બાદ પરિવાર સાથે શેરડી કાપણીની મજૂરી કરતો હતો. જયારે તે ઘરેથી પરિવારને કોઈ પણ જાતની જાણ કર્યા વગર સવારે નીકળ્યો હતો. જયારે આસપાસના લોકોએ તેને ચાલીને જતો પણ જોયો હતો. તે દરમિયાન ડોલવણનાં પાઠકવાડી ગામની સીમમાંથી પસાર થતી અંબિકા નદીના પુલ ઉપર જઈ બપોરે ભેદી સંજોગોમાં નદીમાં પડતુ મુક્યું હતુ. જોકે નદી સૂકીભઠ્ઠ હોવાથી નીચે પટકાતા જ ગંભીર ઘવાતા મોતને ભેટ્યો હતો. ઘટના અંગે માતા રેખાબેન કોટવાળીયાએ પોલીસને જાણ કરતા પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application