Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુણસદા ગામનાં બરડીપાડા ફળીયામાંથી દારૂનું વહન કરનાર વિકી ઉર્ફે રિકેશ ઝડપાયો

  • January 30, 2023 

મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : સોનગઢ તાલુકાનાં ગુણસદા ગામનાં બરડીપાડા ફળિયામાં હેલીપેડ પાસેનાં રોડ ઉપરથી બાઈક પર દેશી દારૂનું વહન કરનાર એક યુવક ઝડપાતા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ઉકાઈ પોલીસ સ્ટાફનાં માણસો શનિવારનાં રોજ ખાનગી વાહનમાં બેસી ટાઉન બીટ વિસ્તારમાં પ્રોહી. ગુના અંગેની વોચમાં પેટ્રોલીગમાં નીકળેલ હતા.




તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, બાઈકની ડીકીમાં એક ઈસમ દારૂનો જથ્થો લઈ સોનગઢ ગુણસદા થઈ ઉકાઈ તરફથી આવનાર છે. જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો ગુણસદા સામે બરડીપાડા ફળિયામાં હેલીપેડ પાસે રોડ ઉપર વોચમાં હતા. તે દરમિયાન બાતમીવાળી બાઈક નંબર GJ/26/AC/1156 આવતાં જોઈ બાઈક ચાલકને ઈશારો કરી ઉભી રખાવી હતી અને પોલીસે બાઈક ચાલકને બાઈક ઉપરથી ઉતારી બાઈકની ડીકીમાં તપાસ કરતા વગર પાસ પરમીટે તેમાંથી દેશી દારૂની કુલ 40 નંગ બોટલો મળી આવી હતી.



ત્યારબાદ પોલીસે ચાલકનું નામ પૂછતા તેને પોતાનું નામ, વિકી ઉર્ફે રિકેશભાઈ રવિન્દ્રભાઈ ગામીત (ઉ.વ.19, હાલ રહે.ચંચરબુંદા ગામ, ટાંકલી ફળિયું, ઉચ્છલ, મૂળ રહે.સીંગપુર ગામ, મંદિર ફળિયું, સોનગઢ)નાં હોવાનું જણાવ્યું હતું. આમ, પોલીસે દેશી દારૂની બોટલો અને બાઈક મળી કુલ 22,000/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે વિકી ઉર્ફે રિકેશ ગામીત વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application