તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના પીસાવર ગામના વિવેકભાઇ સુદામભાઇ પાટીલ (ઉ.વ.૩૦) ગત તારીખ ૫-૮-૨૪ના રોજ ઢોરને ચરાવવા લઇને જઇ રહ્યા હતા, તે દરમિયાન તળોદાથી પ્રકાશા જતા રોડ ઉપર પીસાવર ગામની સીમમાં મોટરસાયકલના ચાલક શરદભાઈ નાનાભાઈ ઠાકરે (રહે.સરવાળા, તા.નિઝર)નાએ વિવેકભાઇ પાટીલને પાછળથી ટક્કર મારતા ગંભીર ઇજા થઇ હતી. જોકે ઈજાગ્રસ્ત યુવકને ખાનગી વાહનમાં કુકરમુંડા સી.એચ.સી.ખાતે સારવાર માટે ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીતે મૃત જાહેર કર્યો હતો. ઘટના અંગે સંદિપભાઇ ગુલાબભાઇ પાટીલએ નિઝર પોલીસ મથકે મોટરસાયકલ ચાલક સામે ફરીયાદ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application