મનિષા એસ. સુર્યવંશી/તાપી : વાલોડનાં કણજોડ ગામે વગર પાસ પરમિટે વિદેશી દારૂનું વેચાણ કરતી મહિલાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, વાલોડ પોલીસ સ્ટાફના માણસો રવિવારના રોજ ખાનગી વાહનમાં બેસી બુહારી ટાઉનમાં પેટ્રોલીગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, કણજોડ ગામે રહેતી એક મહિલા પોતાના ઘરે ઈંગ્લીશ દારૂનું વેચાણ કરે છે.
જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યા ઉપર પહોંચતા એક મહિલા હાજર મળી આવતાં તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ, નિમિષાબેન નિલેશભાઈ ચૌધરી (રહે.કણજોડ ગામ, આશ્રમ ફળિયું, વાલોડ)નાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે મહિલાને સાથે રાખી ઘરમાં તથા આજુબાજુ તપાસ કરતા ઘરના પજારીના ભાગેથી એક પ્લાસ્ટિકની થેલી મળી આવી હતી અને તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ-અલગ બ્રાંડની કુલ 135 નંગ બોટલ મળી આવી હતી. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે મહિલા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500