મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં ઊંચામાળા ગામનાં ભીલાવાડી ફળિયામાં નજીવી બાબતે ઈસમે મહિલા પર હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આવ્યાની ફરિયાદ કાકરાપાર પોલીસ મથકે નોંધવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, વ્યારાનાં ઊંચામાળા ગામનાં ભીલાવાડી ફળિયામાં રહેતા ઉર્મિલાબેન દેવસિંગભાઈ ગામીત નાંએ તારીખ 04/07/2024નાં રોજ કાકરાપાર પોલીસ મથકે ફરિયાદ આપતા જણાવ્યું હતું કે, 04/07/2024નાં રોજ સવારનાં અમારા ફળીયામાં ભાત રોપવાની મજુરી કામ અર્થે ગઈ હતી અને મજુરી કામ ઉપરથી સાંજના આશરે ત્રણેક વાગ્યેનાં અરસામાં પાછી ઘરે આવી હતી અને સાંજનાં સમયે ઘરે હાજર હતી તે સમયે અમારા ઘરની બાજુમાં મારી નણંદ રમીલાબેન ભાલુભાઈ ગામીત નાઓનું ખેતર આવેલ છે અને ત્યાં આગળ રસ્તાની બાજુમાં મારી નણંદ તુવેર રોપેલ છે અને ત્યાં નજીકમાં મણીલાલભાઈ મિચરાભાઈ ગામીત (રહે.ઊંચામાળા ગામ, ભીલાવાડી ફળિયુ, વ્યારા)નાઓનું પણ ઘર આવેલ છે.
તેમજ મણીલાલભાઇ મારી નણંદે તુવેર રોપેલ હતી ત્યાં આગળ ત્રિકમ પાવડાથી માટી ખોદીને નાખતો હતો. ત્યારબાદ સાંજના આશરે પાંચેક વાગ્યે મારી નણંદ રમીલાબેન અમારા ખેતરે જતા હતા અને તે જ વખતે થોડીવારમાં મારી નણંદ રમીલાબેનનો જોરજોરમાંથી અવાજ આવી રહ્યો હતો જેથી જોવા માટે મારા ઘરની બહાર આવી જોયુ તો ગામના મણીલાલભાઈ મારી નણંદ સાથે ખોટી રીતે બોલાચાલી કરતો હતો જેથી હું મારી નણંદને છોડાવવા માટે તેમની પાસે જતી હતી તે સમયે મણીલાલભાઇએ મારી નણંદને ગળાનાં ભાગે પકડી જોરમાં ધક્કો મારી દીધો અને કહ્યું કે, ‘આ જમીન મારી છે અને હું તમને આ જમીન આપવાનો નથી’ તેમ કહી મણીલાલભાઈ એકદમ ઉશ્કેરાઇ જઇ પોતાના હાથમાંનું ત્રિકમ વડે મારી નણંદને માથાના ભાગે એક ફટકો મારી દીધો હતો.
જેથી મારી નણંદ રમીલાબેન જમીન ઉપર પડી જઈ અર્ધબેભાન થઈ ગયા હતા અને તેમના માથામાંથી લોહી નિકળવા લાગ્યું હતું જેથી હું દોડીને તેની નજીકમાં જતાં મણીલાલભાઈએ મને પણ મારવા માટે દોડેલા અને મને નાલાયક ગાળો આપી કહ્યું કે, ‘તને પણ મારી નાંખીશ તેમ કહેતા હું ગભરાય જતાં બુમાબુમ કરી ઉઠી હતી જેથી મારો દિકરો મિતેશ નજીક દોડી આવતાં મણીલાલભાઇ મારા છોકરાને જોઇ ત્યાંથી પોતાના ઘરે ભાગી છૂટ્યો હતો. જોકે ત્યારબાદ રમીલાબેનની લોહી-લુહાણ હાલત થતા પડોશી અજીતભાઇ લલ્લુભાઇ ગામીત નાઓની કારમાં બાલુભાઈ તથા ઇલેશભાઈ નાઓ સાથે વ્યારા જનક સ્મારક હોસ્પિટલમાં સારવાર માટે લઇ આવ્યા હતા. આમ, મણીલાલભાઇ મિચરાભાઈ ગામીત વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે કાકરાપાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500